સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત ૫૪મા યુવક મહોત્સવ ‘હીરક સ્પંદન’માં સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું. ત્રણ દિવસીય આ મહોત્સવમાં ભવનની ટીમે ગઝલ, ક્વિઝ, શાસ્ત્રીય સંગીત, દુહા-છંદ, રંગોળી, સર્જનાત્મક લેખન અને ભજન સહિતની વિવિધ સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં ‘સમૂહ લોકગીત’ સ્પર્ધામાં ભવનની વિદ્યાર્થિનીઓએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભવનના અધ્યક્ષશ્રી અને અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્તમ ટીમવર્ક, શિસ્ત અને કલા-કૌશલ્ય રજૂ કરી યુવક મહોત્સવમાં ભવનની સક્રિય અને ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ નોંધાવી હતી.